
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા ના હસ્તે કેશોદ નગરપાલિકાના સરકારશ્રીના ૧૫ માં નાણાપંચ ૨૦૨૨-૨૩ ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર ૨ માં હિન્દુ સ્મશાન ખાતે ઈલેક્ટ્રીક ભઠ્ઠી ના રૂપિયા ૪૨ લાખના કામનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર,ધારાસભ્ય દેવાભાઈ માલમ,સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા,શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા,કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




