MORBI મોરબીમાં ખેડૂતને હની ટ્રેપમા ફસાવનાર ગેંગના પાંચ શખ્સો ઝડપાયા

MORBI મોરબીમાં ખેડૂતને હની ટ્રેપમા ફસાવનાર ગેંગના પાંચ શખ્સો ઝડપાયા
આઠમાંથી પાંચ ઝડપાયા મહિલા સહિત ત્રણ આરોપી ફરાર
મોરબીમાં CD ઉતરી બ્લેક મેઇલિંગ અને હની ટ્રેપની વાતો ધારાસભ્ય થી લઈને મોરબીના લોકો અનેક વાર કરી ચૂક્યા છે CD ઉતરી કરોડો રૂપિયા પડાવી લીધા હોય તેવા કિસ્સા મોરબીમાં ચર્ચાતા રહ્યા છે.ત્યારે મોરબીમાં હનીટ્રેપમા ખેડુતને ફસાવી ૫૩ લાખ પડાવાના ગુનામાં હનીટ્રેપના આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તથા ગુન્હામા વપરોલ વાહનો કબ્જે કરી પાંચ આરોપીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
ભોગબનનાર ભરતભાઈ કાસુન્દ્રાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની વાડીએ મજુરની જરૂરત હોય જેથી આરોપી પાંચાભાઇ કાનજીભાઇ માણસુરીયાને વાત કરતા આરોપીઓએ કાવત્રુ રચી આરોપી પાંચાભાઇએ અન્ય આરોપીઓ મારફતે આરોપી મહીલાનો ફરીયાદીને કોન્ટેક કરાવી આપતા આરોપી મહીલા ફરીયાદીની વાડીએ મજુરી માટે તેની વાડીએ આવી ફરીયાદી સાથે બેઠેલ હોય દરમ્યાન તુરંત જ સહ આરોપીઓ ફરીયાદિની વાડીએ આવી ફરીયાદિના મહીલા આરોપી સાથેના ફોટા વીડીયો ઉતારી ફરીયાદીને ખોટી છેડતી બળાત્કારની ફરીયાદની તથા મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાફા મારી ફરીયાદી પાસે એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી તે પૈકી ફરીયાદી પાસેથી ૧૦૦ ગ્રામના -૪ (ચાર) સોનાના બીસ્કીટ કિ.રૂ.૫૦,૦૦,૦૦૦/-(પચાસ લાખ) તથા સોનાનો અઢી તોલાનો ચેઇન કિ.રૂ.૨,૫૦૦૦૦/- તથા રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ફરી. પાસેથી કુલ મુદામાલ રૂ.૫૩,૫૦,૦૦૦/- નો બળજબરી પુર્વક કઢાવી લઇ વધુ રૂપીયા કઢાવવા માટે ફરીયાદીનુ અપહરણ કરી લઇ જઇ ગોંધી રાખવા અંગેનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.જે બાદ આ ગુનાની તપાસ દરમ્યાન ખાનગી બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ થી પાંચ આરોપીઓ જીલુભાઇ વિહાભાઇ પરસાડિય રહે-પાળીયાદ ગામ તુરખા રોડ જુના પોલીસ સ્ટેશન પાછળ તા.જિ.બોટાદ, મુકેશભાઇ મફાભાઇ આલ રહે.દશામાતાજીના મંદીર પાસે સુદામડા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર, કરણભાઈ દેવરાજભાઈ વરૂ રહે.નવા બસ્ટેશન પાછળ ભરવાડ પરા વાકાનેર જી.મોરબી, પાંચાભાઈ કાનજીભાઈ માણસુરીયા રહે- તીથવા ગામ તા.વાંકાનેર, દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી રહે.આનંદધામ સોસાયટી ગેઇટ નં-૨ ગઢડા રોડ બોટાદવાળાને પકડી પાડી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક કઢાવી લીધેલ સોનાના બિસ્કીટ પૈકી ત્રણ સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તેમજ બનાવમાં ઉપયોગમા કરેલ બે કાર તથા એક એકસેસ તથા મોબાઇલ નંગ-૬ મળી કુલ રૂ.૫૧,૧૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ હેનીટ્રપની આ ઘટનામા સંડોવાયેલા પાંચ સભ્યોને ઝડપી પાડવામાં મોરબી સિટી એ ડીવીઝન પોલીસને સફળતા મળી છે. તેમજ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.







