MORBI: ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી

MORBI: ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી
મોરબીના શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળા, તા. જિ. મોરબીમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શાળામાં આનંદ મેળો ( વાનગી મેળો) રાખવામાં આવેલ. વાનગીઓનાં 13 સ્ટોલ બનાવવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાણીપુરી, ભેળ, ભૂંગરા બટેકા, દાબેલી, ટોસ્ટર સેન્ડવીચ, ચોકો બોલ, સરબત, ફ્રૂટ ડીશ, છાશ વગેરે જેવી વાનગીઓ રાખવામાં આવેલ.
શાળાનાં આમંત્રણને માન આપી પધારેલા શ્રી પ્રવિણભાઈ ભોરણિયા સાહેબ, ડેપ્યુટી DPC મોરબી, શ્રી ચિરાગભાઈ આદ્રોજા સાહેબ- BRC Co.ORD મોરબી અને શ્રી વિરલભાઈ સાણજા સાહેબ – BRP નિપુણ માળિયા મિ., શ્રી વંદનાબેન સોનગ્રા – CRC Co. ORD ચાંચાપર તથા શ્રી કિરીટભાઈ અધારા સાહેબ- આચાર્યશ્રી ચાંચાપર તા. શાળા આનંદ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળાનાં શિક્ષકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ તમામ સ્ટોલ તથા તે મુજબની વાનગીની વ્યવસ્થા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.આનંદમેળાનો હેતુ વિદ્યાર્થીઓમાં વેપાર વાણિજયનો ગુણ વિકસે તથાં જાતે વાનગી કઈ રીતે બનાવવી તેની સમજ પૂરી પાડવાનો હોય જે સિદ્ધ થયેલ જોવા મળેલ.
આનંદ મેળાના ખૂબ સરસ આયોજન બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષક મિત્રોને અભિનંદન આપ્યા.








