GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”સખી આજની ઘડી રળિયામણી”મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને રાજયકક્ષા યુવા મહોત્સવ ભાગ-૧ નો શુભારંભ કરાયો

 

MORBI:”સખી આજની ઘડી રળિયામણી”મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને રાજયકક્ષા યુવા મહોત્સવ ભાગ-૧ નો શુભારંભ કરાયો

 

 

“મોરબીમાં રાજ્યકક્ષાના યુવા ઉત્સવનું શ્રેષ્ઠ આયોજન થયું છે જે અહીંના બાળકો અને યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડશે”જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી

નરસિંહ મહેતાની રચના સખી આજની ઘડી રળિયામણી મુજબ મોરબી માટે આજે ખરેખર રળિયામણી ઘડી છે કે રાજ્યકક્ષા યુવા મહોત્સવ – ૨૦૨૫-૨૬ મોરબીના આંગણે યોજાયો છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ આ આયોજનના પ્રથમ દિવસે લોકનૃત્ય અને લોકગીત સહિત રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે એવી ૫ (પાંચ) સ્પર્ધાઓનો ભાગ – ૧ માં શુભારંભ કરાવ્યો હતો. મોરબીમાં ગ્લોબલ વેદાંત સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટેના આ પ્રકારના સરકારના આયોજન ખરેખર પ્રેરણાદાયી છે. મોરબીમાં આવું શ્રેષ્ઠ આયોજન થયું છે ત્યારે આ કળા પ્રદર્શનો અહીંના બાળકો અને યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કલા મહાકુંભ, યુવા મહોત્સવ, વાંચશે ગુજરાત, રમશે ગુજરાત, ખેલ મહાકુંભ સહિતના આયોજન થકી બાળકોમાં રહેલી વિવિધ કળાઓ અને કૌશલ્ય બહાર આવી છે. આજે મોબાઈલ યુગ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી જૂની રમતો, આપણી ભાતીગળ સંસ્કૃતિ વિસરાતી જાય છે ત્યારે આ પ્રકારના આયોજનો આપણી સંસ્કૃતિની જાળવણીમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી કળાઓને પ્રોત્સાહન આપવા આ પ્રકારના આયોજનો સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શન હેઠળ ગુજરાત આગળ વધી રહ્યું છે. મોરબી નસીબદાર છે કે આ પ્રકારનો કાર્યક્રમ આજે મોરબી ખાતે યોજાયો છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકોએ વર્ષોથી ગુજરાતની સંસ્કૃતિનું ઘરેણું બનેલા લોકગીતો રજૂ કર્યા હતા અને મણીયારો, ટિપ્પણી અને આદિવાસીઓના નૃત્ય સહિતના લોક નૃત્ય રજૂ કર્યા હતા. શ્રી હંસાબેન સહિતના મહાનુભાવોએ આ કૃતિઓ નિહાળી હતી અને સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતીભાઈ પડસુંબીયા, ગ્લોબલ વેદાંત સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી બી.એ.ગામી તથા ટ્રસ્ટીશ્રી હર્ષદભાઈ ગામી, સ્થાનિક અગ્રણીશ્રીઓ તથા સ્પર્ધકો તેમના વાલીઓ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!