GUJARATMAHISAGARSANTRAMPUR

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ટ્રાયબલ વિસ્તારમાં આદિજાતિના લોકોનો જીનોમ સિક્વન્સ પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલ છે

અમીન કોઠારી મહીસાગર

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ટ્રાયબલ વિસ્તારમાં આદિજાતિના લોકોનો જીનોમ સિક્વન્સ પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલ છે.

 

મહીસાગર જિલ્લામાંથી જીનોમ્સ સેમ્પલો મેળવવા માટે સાયન્ટીસો ના નેતૃત્વ હેઠળની ટીમ આજે મહીસાગર જિલ્લામાંથી વિવિધ વિસ્તારમાંથી અલગ અલગ આદિવાસી(ભીલ) જાતિના સ્ત્રી/પુરુષોના સેમ્પલ મેળવવામાં આવ્યા હતા…

મહીસાગર જિલ્લામાં સંતરામપુર અને કડાણા તાલુકામાં આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં થી જીનોમ સિક્વન્સ માટે સેમ્પલો મેળવ્યા હતા આદિવાસીઓ મા જોવા મળતી જૈવિક વિવિધતા તેમજ સંભવિત વારસાગત બીમારીઓ ઉપર સંશોધન કરી આરોગ્યની સમસ્યાઓને સારી રીતે જાણવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરશે સંપૂર્ણ જીનોમ સિક્વન્સી દ્વારા વિશ્વસનીય ડેટાબેઝ તૈયાર કરાશે.

જૈવિક વિવિધતા અને વારસાગત આરોગ્ય માટે દેશભરમાં ગુજરાત રાજ્યની પહેલ છે આ અંતર્ગત ભારતમાં પ્રથમ પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે તેનો જસ ગુજરાત સરકાર નેજાય છે આદિવાસીઓના સ્વાસ્થનુ આજ આવતીકાલ ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યો છે, જૈવિક વિવિધતા અને વારસાગત આરોગ્ય અંગે ડેટાબેઝ માટે સેમ્પલો કલેક્ટ કરવાની કામગીરી ચાલી રહી છે મહીસાગર જીલ્લા સહિત રાજ્યના ૧૭ ટ્રાબલ જિલ્લાઓમાં આ કામગીરી ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!