Rajkot: ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા આયોજિત સરદાર @150 સ્વદેશી પદયાત્રાનું માર્ગ દરમિયાન ભાવભર્યું સ્વાગત

તા.૨૭/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટથી ગોંડલ સુધી શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સમાજો અને નાગરિકો દ્વારા સરદાર પટેલને વંદન
Rajkot: અખંડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત **“સરદાર @150 સ્વદેશી પદયાત્રા”**નું ગુરુકુલથી શુભ આરંભ થયા બાદ સમગ્ર માર્ગ દરમિયાન વિવિધ સમાજો, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ તથા બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને યુવાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીડીએમ કોલેજ ખાતે આહીર સમાજના અગ્રણી લાભુભાઈ ખીમાણીયા, કોલેજ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા, પ્રિન્સિપાલ કમલેશભાઈ જાની તેમજ યુવાનો દ્વારા પદયાત્રાનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રી લેઉવા પટેલ કન્યા છાત્રાલયના જગદીશભાઈ સાંગાણી, પ્રિતેશભાઈ વડગામા અને સમગ્ર વિદ્યાર્થીઓ, વોર્ડ નં. ૧૨, ૧૩ અને ૧૮ના ભાજપ પરિવારના હોદ્દેદારો, સરકારી કર્મચારી લેઉવા પટેલ સમાજ, માલધારી સમાજ, ગૌસ્વામી સમાજ, વાવડી એસોસિએશન (ગોંડલ રોડ)ના પ્રમુખ હસમુખભાઈ સોરઠીયા તથા ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી સહિતની ટીમ દ્વારા સરદારશ્રીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા.
શૈક્ષણિક સંસ્થાઓ અને યુવા વિધાર્થીઓની સક્રિય ભાગીદારી
ગુરુકુલથી શરૂ થયેલ સ્વદેશી પદયાત્રાનું માર્ગ દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ યુવા વિધાર્થીઓ યાત્રામાં સહભાગી બન્યા હતા. જેમાં લેઉવા પટેલ બોર્ડિંગ (મવડી), આર.ડી. ગાર્ડી કોલેજ, પી.ડી. માલવિયા કોલેજ, સર્વોદય કોલેજ, જે.જે. કુંડલિયા કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, ભાલોડિયા કોલેજ, વિરાણી સાયન્સ કોલેજ, આત્મીય યુનિવર્સિટી, આર.આર. પટેલ મહિલા કોલેજ અને આર.કે. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
ગામડાં, સમાજો અને એસોસિએશનો દ્વારા ભાવસભર સ્વાગત
પારડી સમસ્ત ગામના અશોકભાઈ ભુવા (રા.લો.સંઘ ડિરેક્ટર), મહેશભાઈ સરપંચ સહિત ગામજનોએ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. શાપર-વેરાવળ ખાતે અમૃતભાઈ ગઢીયા (શાપર-વેરાવળ એસોસિએશન પ્રમુખ), દુષ્યંતભાઈ ઢોલરા ઉપપ્રમુખ, જયેશભાઈ રાદડિયા (સરપંચ, શાપર), રવિરાજસિંહ જાડેજા (સરપંચ, વેરાવળ) તેમજ શ્રી કડવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ મનસુખભાઈ પાણ અને ઉપપ્રમુખ જયંતીભાઈ સાકરીયા દ્વારા સરદારશ્રીને વંદન કરવામાં આવ્યા હતા.
રીવડા જય સરદાર યુવા ગ્રુપ દ્વારા સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા. શાપર તથા વેરાવળના ગ્રામજનો, મહિલા મંડળો, સેવા સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, ગૌશાળા ટ્રસ્ટ, ભરવાડ સમાજ, ગઢવી (ચરણ) સમાજ, ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલ વેરાવળ, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, મેડિકલ અને ડોકટર એસોસિએશન, વેપારી મંડળ, પીજીવીસીએલ ડિવિઝન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સ્વાધ્યાય પરિવાર, ઘેડિયા કોળી સમાજ, કોટડા સાંગાણી તાલુકા ભાજપ, મુસ્લિમ સમાજ અને દલિત સમાજ દ્વારા પણ યાત્રીઓનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંતો, આશ્રમો અને ઉદ્યોગસમૂહોની ભાવપૂર્ણ સેવા
આનંદી આશ્રમના મહંત શ્રી મસીરામ બાપુ દ્વારા સમગ્ર પદયાત્રીઓ માટે શીરાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તેમજ સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. આદિવાસી સમાજ દ્વારા પણ સરદારશ્રીને વંદન કરવામાં આવ્યા હતા.
રીબડા ખાતે એસજીવીપી ગુરુકુલના સ્વામીજી તથા વિદ્યાર્થીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. લીનોવા ફૂડ પ્રોસેસ મશીનના રજનીભાઈ રંગાણી અને તેમની ટીમ દ્વારા શેરડીનો રસ તથા ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીલાળા પોલીપ્લાસ્ટ પરિવાર દ્વારા દક્ષિણ ભારતના પરંપરાગત પહેરવેશ અને થીમ સાથે ભવ્ય સ્વાગત કરી પદયાત્રીઓને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો.
તીર્થ એગ્રો (શક્તિમાન) પરિવાર, પાન એગ્રી ઇન્ડસ્ટ્રીઝ તથા ફાર્મ કિંગ મસાલા કિચ ગ્રુપ દ્વારા પણ સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પદયાત્રીઓ માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગોંડલ ખાતે પ્રથમ દિવસની પદયાત્રાનો વિરામ
આજરોજ ગોંડલ ખાતે માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસની પદયાત્રાએ વિરામ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને એપીએમસી ગોંડલના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ગણેશભાઈ ગોંડલ, રાજકોટ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, નાગરિક બેંકના અશોકભાઈ પીપળીયા સહિત ગોંડલના વિવિધ સમાજોના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પદયાત્રા અને પદયાત્રીઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.











