NATIONAL

મનરેગાનું નામ બદલવા સામે સડકો પર ઉતરશે કોંગ્રેસ : રાહુલ ગાંધી

દિલ્હીના ઇન્દિરા ભવન સ્થિત AICC હેડ ક્વાર્ટર્સમાં શનિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મહત્ત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠક પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. દરમિયાન કોંગ્રેસ નેતૃત્વએ કેન્દ્ર સરકાર પર MNREGA યોજનાને નબળી પાડવાનો આરોપ લગાવીને તેની સામે 5 જાન્યુઆરી 2026થી દેશવ્યાપી ‘મનરેગા બચાવો આંદોલન’ શરૂ કરવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પાર્ટીની સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે MNREGAને નબળી કરવાના કોઈ પણ પ્રયાસનો સંપૂર્ણ ક્ષમતા સાથે વિરોધ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નેતાઓએ શપથ લીધી છે કે આ કાયદાને બચાવવા માટે રસ્તાઓથી લઈને સાંસદ સુધી સંઘર્ષ કરવામાં આવશે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “MNREGA માત્ર એક યોજના નથી, પણ બંધારણ દ્વારા આપવામાં આવેલો કામનો અધિકાર છે. કોવિડના સમયમાં આ યોજનાએ કરોડો લોકોને રોજગાર અને આજીવિકા આપી. જો MNREGA ન હોત, તો લાખો લોકોના જીવ જઈ શકતા હતા. આ યોજના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની દૂરંદેશીનું પરિણામ છે અને સંસદમાં CAG સહિત અનેક એજન્સીઓએ તેની અસરકારકતાને સ્વીકાર કરી છે.”

Back to top button
error: Content is protected !!