MEHSANAVIJAPUR

વિજાપુરમાં કલર કામના બહાને બાઈક લઈને ફરાર, વિશ્વાસઘાત–ઠગાઈની ફરિયાદ નોંધાઈ

વિજાપુરમાં કલર કામના બહાને બાઈક લઈને ફરાર, વિશ્વાસઘાત–ઠગાઈની ફરિયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ઘરનું કલર કામ કરવાના બહાને વિશ્વાસમાં લઈ મોટરસાયકલ લઈ ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વિજાપુર શહેરના કાશીપુરા વિસ્તારના વેપારીએ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના શખ્સ સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાશીપુરા, મકરાણી દરવાજા પાસે, રહેતા સુહિત અશોક કુમાર મોદી પોતે વ્યવસાયે ફાઈનાન્સ પેઢી ચલાવે છે. તેમણે આનંદપુરા ખાતે આવેલી સુવિધિ પર્લ સોસાયટીમાં તેમના નવીન મકાનનું કલર કામ કરાવવા માટે પોતાનો ઓળખીતો રાજપુત સોનેન્દિસિંહ ઉર્ફે સોનુ રણવિજયસિંહ (ઉ.વ. આશરે ૩૫), રહે. બડોષ્ઠિ, તા. મિહિના, જી. ભીંડ (મધ્યપ્રદેશ)ને કામ સોંપવામાં આવ્યું હતું. મકાન ના કલર સામાન અમદાવાદથી લાવવાના બહાને આરોપીએ ફરિયાદીની માલિકીનું બજાજ પલ્સર-૧૨૫ મોટરસાયકલ (RTO નં. GJ-20-BF-3264, મોડલ ૨૦૨૩) લઈ ગયો હતો અને બે-ત્રણ દિવસમાં પરત આવવાની વાત કરી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી પરત ન આવતા તથા મોબાઈલ ઉપર સંપર્ક બંધ થઈ જતાં છેતરપિંડી થયાની શંકા ઊભી થઈ હતી.
આરોપીએ સુહિત ભાઈ મોદી ના ભોળપણનો લાભ લઈ આશરે રૂ. ૭૦ હજાર કિંમતની મોટરસાયકલ લઈને ફરાર થઈ વિશ્વાસઘાત અને ઠગાઈ કરી છે. અગાઉ આપવામાં આવેલી અરજીની તપાસ બાદ પોલીસ દ્વારા સદર ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી

Back to top button
error: Content is protected !!