જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ,પાલનપુર. CWDC દ્વારા બ્યુટીકેર & ચોકલેટ મેકિંગનો વર્કશોપ યોજાયો

29 ડિસેમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ CWDC & ઓલ ઇન્ડિયા વુમન ઓર્ગેનાઇઝેશન શક્તિ મંચના સંયુક્ત ઉપક્રમે તારીખ 22/12/2025 થી તારીખ 27/ 12/ 2025 દરમિયાન બ્યુટી કૅર & ચોકલેટ મેકિંગના સ્કીલ ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન ઇન્ચાર્જ પ્રિ.ડૉ.રાધાબેનના માર્ગદર્શન હેઠળ CWDC ના કન્વીનર ડો. સુરેખાબેન પટેલ અને ડો. હેમલબેન પટેલ દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં હેર કટીંગ, ફેશિયલ, બ્લીચ,બ્રાઈડલ મેકઅપ, વેક્સ વગેરે તેમજ વિવિધ પ્રકારની ચોકલેટ અને વિવિધ પ્રકારના ગરબાના સ્ટેપસ ઓલ ઇન્ડિયા વુમન ઓર્ગેનાઈઝેશન શક્તિમંચના ગુજરાતના ટ્રેનર શ્રી કૌશિકભાઇ અને બ્યુટીશિયન શ્રીમતી સુષ્માબેન દ્વારા શીખવવામાં આવ્યા હતા. 75 વિદ્યાર્થીનીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CWDC ના મેમ્બર ડો. ઇન્ચાર્જ પ્રિ.ડૉ.રાધાબેન ઉપસ્થિત રહ્યા હતા તેમજ સેવક ભાઈઓ દ્વારા દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હતી.
21મી સદીમાં સ્ત્રી સશક્તિકરણનો પવન જોરશોરમાં સુસવાટા મારી રહ્યો છે તેવા સમયે વિદ્યાર્થીનીઓ વિવિધ પ્રકારની સ્કીલ શીખીને સ્વનિર્ભર બને તેવા શુભ આશયથી પ્રતિવર્ષ આ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.




