BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે વાલી મીટિંગ યોજાઈ

29 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-27/12/2025 ના રોજ “શિક્ષણ એ જ શ્રેષ્ઠ” વિષય અંતર્ગત ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓની “વાલી મીટિંગ ” યોજાઈ હતી. જેમાં દરેક શિક્ષકે વાલીઓ સાથે પ્રત્યક્ષ પરિસંવાદ કરી વિદ્યાર્થીની શિક્ષણ પ્રત્યેની રુચિ, અભ્યાસમાં નિયમિતતા, આરોગ્યપ્રદ ટેવો, પોષણયુક્ત આહાર, વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓ, અભ્યાસ અંગે જિજ્ઞાસાવૃત્તિ વગેરે વિશે સઘન ચર્ચા કરી વાલીઓને માહિતગાર કર્યા હતા. વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી વાલી મીટિંગનું સુચારુ આયોજન થવા બદલ કેળવણી મંડળે સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પણ પાઠવ્યા હતા.





