BANASKANTHAGUJARATPALANPUR

સમસ્ત પિલુચા મોચી પરિવારના વાર્ષિક સ્નેહ મિલન તથા નવમા નવચંડી હવનના પાવન પ્રસંગે એકત્રિત થયાં હતા

29 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આપણે સૌ અહીં સમસ્ત પિલુચા મોચી પરિવારના વાર્ષિક સ્નેહ મિલન તથા નવમા નવચંડી હવનના પાવન પ્રસંગે એકત્રિત થયાં છીએ, એ આપણાં સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.
આ સ્નેહ મિલન અને હવન કાર્યક્રમ આપણા સમાજમાં સંગઠન, પ્રેમ અને એકતાનું સુંદર પ્રતિબિંબ છે. કુળદેવી માતાજીના આશીર્વાદથી સમાજના કલ્યાણ, સુખ અને સમૃદ્ધિ માટે આ હવન ખૂબ જ શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થયો છે.
આ પ્રસંગે આપણે આપણા પૂર્વજો દ્વારા મળેલા આદર્શો અને સંસ્કારોને યાદ કરીએ અને આવનારી પેઢી સુધી તેને પહોંચાડવાનો સંકલ્પ લઈએ. પરિવાર અને સમાજની એકતા જ આપણું સાચું બળ છે.આ પાવન હવન અને સ્નેહ મિલન કાર્યક્રમ સુખ અને શાંતિથી સંપન્ન થયો, તે માટે હું હૃદયપૂર્વક સમસ્ત કુટુંબીજનો,સહકાર આપનાર તમામ ભાઈઓ, બહેનો તથા બાળકોનો અને અમારી કારોબારી ટીમનોખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.કુળદેવી માતાજીના આશીર્વાદથી
સમસ્ત પિલુચા મોચી પરિવાર પર
સદા સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસતી રહે – એવી પ્રાર્થના.
જય માતાજી
પ્રમુખ
વિજયકુમાર પી.પરમાર

Back to top button
error: Content is protected !!