MORBI:વ્યાસ યુવા સંગઠન મોરબી દ્વારા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

MORBI:વ્યાસ યુવા સંગઠન મોરબી દ્વારા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
મેલોડી- 11 ટીમ વિજેતા બની, ઈમ્પોરર-11 રનરઅપ.
બન્ને ટીમો સહીત અન્ય કેટેગીરીના ખેલાડીઓને પણ જ્ઞાતિ અગ્રણીઓના હાથે ટ્રોફી આપવા સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ ઓક્શન કરવામાં આવેલ હતું. જેમાં ચાર ટીમના 04 ઓનર અને 04 કેપ્ટન ઓપ્શનમાં બેઠા હતા. જેમાં ધનશ્રી 11, મેલડી 11, એમ્પરર 11 અને નટખટ 11 એમ મળીને કુલ 04 ટીમ હતી. જેમાં 66 જેવા યુવાનોએ રજીસ્ટ્રેશન કરેલ હતું. દરેક ટીમમાં 12- 12 સભ્યો એમ ચાર ટીમ બનાવી હતી. જેમાં મહેમાનો ને બેસવા માટે મંડપ સર્વિસ, સાઉન્ડ, ચા પાણી અને નાસ્તો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સવારે આઠ વાગ્યાથી જ વારાફરતી ચારે ચાર ટીમો વચ્ચે ક્રિકેટનો મુકાબલો થયો હતો. જેમાં અંતે મેલડી 11 ટીમ વિજેતા બની હતી. જયારે એમ્પોરર 11 રનરઅપ રહી હતી.
ટુર્નામેન્ટ સમાપન બાદ વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓ અને મોભીઓ, યુવા સંગઠનના મિત્રોના હાથે વિજેતા ટીમને, રનર અપ ટીમને તેમજ સૌથી સારી બોલિંગ કરનાર, સૌથી સારી બેટિંગ કરનાર તમામને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં યુવાનો સમાજમાં આવા અનેકાનેક કાર્યક્રમ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.








