BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના આઇકોનિક માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગ સામે કાર્યવાહી: એ-ડિવિઝન પોલીસે વાહનચાલકોને મેમો ફટકાર્યાં

સમીર પટેલ, ભરૂચ

ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો. આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહનચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા. જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થતી હતી. અન્ય વાહનચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એ-ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ દરમિયાન, રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચના પણ અપાઈ હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે. આનો ઉદ્દેશ્ય આઇકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

Back to top button
error: Content is protected !!