GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસની ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસની ઉજવણી ખેરગામ ભસ્તા ફળિયા ખાતે હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે કેક કાપી કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રભારી શ્રી અસલમભાઈ “સાયકલવાળા” તથા ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શશિન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગૌરવભર્યા ઇતિહાસ, સ્વતંત્રતા સંઘર્ષમાં કોંગ્રેસના યોગદાન તથા બંધારણીય મૂલ્યોની રક્ષા માટે પાર્ટીના સંઘર્ષ અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી.આ કાર્યક્રમમાં શ્રી ઈશ્વરભાઈ પટેલ, ધર્મેશભાઈ (બહેજ), તાલુકા પંચાયત સદસ્ય શ્રી સુભાષભાઈ પટેલ, વિભાબેન, મમતાબેન, ઝરણાબેન, ઠાકોરભાઈ, ચંદ્રકાંતભાઈ, વિમલભાઈ, ઈલેશભાઈ, નિતીનભાઈ તેમજ નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી પુરવ તળાવિયા અને તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી નેહલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગણદેવી વિધાનસભા વિસ્તારના યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી સ્નેહલના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોંગ્રેસની વિચારધારા મુજબ લોકશાહી, સામાજિક ન્યાય અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!