MORBI મોરબી MMC@1 અંતર્ગત મનપાની નવીન પહેલ

MORBI મોરબી MMC@1 અંતર્ગત મનપાની નવીન પહેલ
વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને કરાવી મહાનગરપાલિકા ની વિવિધ શાખાઓની મુલાકાત
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરની શાળાના વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અંગે જ્ઞાન વિકસે તે હેતુથી મનપાની વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકયુ જ્ઞાન ન મેળવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો રહ્યો હતો. મોરબી મહાનગરપાલિકાને ૧ વર્ષ પૂર્ણ થતા (MMC@1) અંતર્ગત જે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેમાંનો આ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમ મહાનગરપાલિકાની ગાંધી ચોક સ્થિત મુખ્ય કચેરી ખાતે યોજાયો હતો
આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરની કુલ 9 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી દરેક શાળાના 15 વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક સેશન જોડાયા હતા કુલ શૈક્ષણિક સેશન દરમિયાન કચેરી ખાતે 135 વિદ્યાર્થીઓ હાજર રહી મહાનગરપાલિકાની વિવિધ કચેરીની મુલાકાત લઈ પોતાના અનુભવ અને એકચ્યુઅલ મહાનગરપાલિકા જે કામ કરે છે તેની વિગતો વર્ણવી હતી. આ શૈક્ષણિક સેશનના ફર્સ્ટ હાફમાં વિદ્યાર્થીઓ માન. કમિશનર શ્રી સાથે બ્રિજની કામગીરી માટે સાઈટ વિઝીટ પર ગયા હતા ત્યાં તેઓએ મહાનગરપાલિકા બન્યા પછી ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે? તેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને મોરબી મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, કામગીરી તથા નાગરિક સેવાઓ અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. આ શૈક્ષણિક સેશન ના અંતમાં પ્રશ્નોતરી સેશન યોજાયું હતું જેમાં વિધાર્થી ઓએ કમ્પ્લેન, ટ્રાફિક, ગાર્ડનીંગ, લીંગલ, પ્રોજેક્ટ & પ્લાનિંગ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, સહીતના પ્રશ્નો પૂછ્યા હતા. પ્રશ્નોતરી દરમિયાન મનપાના નાયબ કમિશનરે વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો ના નિવારણ તથા મહાનગર પાલિકાની કાર્યશૈલી થી વાકેફ કાર્ય હતા.
શૈક્ષણિક સેશન દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા, અમોએ મહાનગર પાલિકાની અનેક કચેરીની મુલાકાત લીધી જેમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટ, ગાર્ડન ડિપાર્ટમેન્ટ, ખરેખર લોકો વિચારે છે તેટલું મહાનગરપાલિકા નું કાર્ય સહેલું નથી દરેક શાખામાં શાખાધિકારી દ્વારા જીણવટ પૂર્વકની સમજ આપવામાં આવી હતી.
શૈક્ષણિક સેશનમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે મહાનગરપાલિકા ની કચેરી ખાતે નવો જ અનુભવ થયો અને જાણવા મળ્યું કે કોઈપણ પ્રકારની કપ્લેન માટે કચેરીએ જવાની આવશ્યકતા નથી MMC ની ઓનલાઇન એપ્લિકેશન દ્વારા દરેક કમ્પ્લેન ઘેર બેઠા solved થઈ શકે છે. વધુ માં વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે કોઈ પણ કામગીરી મહાનગર પાલિકાની પ્રાથમિક સુવિધા આપવી એ પણ સહેલું નથી તેનું ડે ટુ ડે સુપરવિઝન કરવું કે કોઈ બ્રીજ ની કામગીરી હોય મહાનગર પાલિકાની તમામ કામગીરી અત્યંત જટિલ છે. જે કામગીરી દેખાય છે તેવી સહેલી નથી. જે તમામ વિદ્યાર્થીઓએ મનપાની કાર્યરીતી નો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.આ શૈક્ષણિક સેશન માં મનપાના કમિશનર સ્વપ્નીલ ખરે IAS, નાયબ કમિશનર કુલદીપ સિંહ વાળા, નાયબ કમિશનર સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા.









