હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ પ્રેરિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા આયોજિત કુદરતી અને કૃતિમ આપત્તિ નિવારણ શિબિરનો સમાપન સમારોહ યોજાયો
હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના એન.એસ. એસ.વિભાગ પ્રેરિત આર્ટ્સ એન્ડ કોમર્સ થરા દ્વારા આયોજિત કુદરતી અને કૃતિમ આપત્તિ નિવારણ ત્રિદિવસીય શિબિર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ પ્રેરિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા આયોજિત કુદરતી અને કૃતિમ આપત્તિ નિવારણ શિબિરનો સમાપન સમારોહ યોજાયો
હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના એન.એસ. એસ.વિભાગ પ્રેરિત આર્ટ્સ એન્ડ કોમર્સ થરા દ્વારા આયોજિત કુદરતી અને કૃતિમ આપત્તિ નિવારણ ત્રિદિવસીય શિબિર તા.૨૬/૧૨/૨૦૨૫ ના રોજ ઓગડ તાલુકાના જૈનતીર્થ ધામ રૂનીમાં શરૂ થયેલ શિબિર આજ રોજ કોલેજના પ્રિન્સિપાલ ડો.દિનેશભાઈ ચારણના માર્ગદર્શનમા તા.૨૮/૧૨/૨૦૨૫ ના રોજ સંપન્ન થયેલ.મુખ્ય મહેમાન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા ના પૂર્વપ્રિન્સિપાલ ડો. હેમરાજભાઈ પટેલ તેમજ રૂની જૈનતીર્થના મેનેજર અશ્વિનભાઈ ઠાકોર,ભોજન શાળાના મેનેજર સંતોષભાઈ જૈન,કોલેજના અધ્યાપકો પત્રકરો સહીત વિધાર્થીઓ અને સ્વયં સેવક હાજર રહ્યા હતા. સરસ્વતી વંદના બાદ પ્રિન્સિપાલે સ્વાગત પ્રવચન સાથે ત્રિદિવસીય શિબિરમાં જે કાંઈ શીખવા મળ્યું તેનો ગામ,સમાજ અને રાષ્ટ્રના હિત માટે ઉપયોગ કરવાની સ્વયં સેવકોને હાકલ કરી ત્રણ દિવસ ની પ્રવૃત્તિઓ ને બિરદાવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો. હેમરાજભાઈ પટેલે કુદરતી અને કૃતિમ આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપી શ્રીમદ્દભગવતગીતાના શ્લોકોનું રસપાન કરાવ્યું હતું.યુનિવર્સીટી વિસ્તારની કોલેજોમાંથી આવેલા સ્વયંસેવકોએ ત્રણ દિવસના અનુભવો અને પ્રતિભાવો આપ્યા હતા. કાર્યકમના અંતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.કાર્યક્રમ નું સંચાલન ડો.રામ સોલંકીએ આભાર વિધિ ડો.ગૌરવ શ્રીમાળીએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




