શેણલ આર્ટ કોલેજ પીલુડામાં પ્રથમ સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
આજરોજ થરાદ તાલુકાની શેણલ આર્ટસ કોલેજ પીલુડા માં ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારી ની તકો અંતર્ગત સેમીનાર યોજાયો હતો . જેમાં કાર્યક્રમ નાં અધ્યક્ષ તરીકે ડો કે.સી.પોરીયા કુલપતિ શ્રી HNGU અને મુખ્ય વક્તા તરીકે GCCIચેરમેન ડો વલ્લભભાઈ કથીરીયા એ ગૌ સવર્ધન અને ગૌ આધારિત ઉદ્યોગો વિશે સરસ માર્ગદર્શન આપ્યું હતું .ઉપરાંત કોલેજ નાં ટ્રસ્ટ્રી શ્રી કે.સી તથા કોલેજ નાં આચાર્ય શ્રીમતિ મમતાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમ નું સમગ્ર સંચાલન પીલુડા પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી ટી .પી .પ્રજાપતિ કર્યું હતું . અને પરમ પૂજ્ય પીઠાધીશ્વર ૧૦૦૮ મહંત શ્રી કુરશીપુરી જી એ આશીર્વચન પાઠવ્યા હતા .કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં આજુબાજુ ગામના સરપંચશ્રી ઓ,ગામ નાં વાલી ઓ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .




