MORBI:મોરબી MMC@I ઉજવણી સપ્તાહ નિમિત્તે A DAY With Commissioner- કરિયર ગાઈડન્સ માર્ગદર્શન સત્રનું આયોજન

MORBI:મોરબી MMC@I ઉજવણી સપ્તાહ નિમિત્તે A DAY With Commissioner- કરિયર ગાઈડન્સ માર્ગદર્શન સત્રનું આયોજન
મોરબીમાં MMC@I સપ્તાહની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમો MMC દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં તા. 30/12/25 ના રોજ A Day With Commissioner કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં જનજાગૃતિ માટે વિવિધ શાળાના બાળકો MMCના માન. કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે IAS સાહેબની સાથે સવારે 10:30 થી મહાનગરપાલિકાની વિસ્તૃત કામગીરીમાં જોડવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ બાળક આગામી સમયમાં સિવિલ સર્વિસિસ માં જોડાવા માંગતું હોય તો તેમને બાલ્ય અવસ્થામાં જ IAS ઓફિસર તરીકે કઈ કઈ કામગીરી નું નિરીક્ષણ કરવાનું હોય તેવો અનુભવ આપવા માટે MMCના માન, કમિશનર શ્રી દ્વારા દેશના ભાવિ નાગરિકો અને બાળકો માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાકીય અભ્યાસ કરતા બાળકો માન. કમિશનર શ્રીની સાથે મીટીંગ, સાઇટ વિઝીટ જેવી તમામ જગ્યાઓ પર સાથે રહેશે, ઉપરાંત શહેરીજનો પણ કમિશનરની જુદી જુદી કામગીરી અને નિરીક્ષણથી માહિતગાર થાય તેવો જનજાગૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય આ આયોજનનો રહ્યો છે.
તેમજ MMC@1 ની ઉજવણીના ભાગરૂપે તા.30/12/25 ના બપોરે 3:00થી 5:00 દરમિયાન સનાળા રોડ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યાશાળા ખાતે યુવાનો માટે માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ માર્ગદર્શન સત્રમાં MMC ના તમામ ક્લાસ -1 ઓફિસર માન. કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે IAS, નાયબ કમિશનર શ્રી કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર શ્રી સંજય સોની, હેલ્થ ઓફિસર શ્રી રાહુલભાઈ કોટડીયા, ફાયર ઓફિસર શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, TPO શ્રી, સહિતના અધિકારીઓ યુવાનોને કરિયર ગાઈડન્સ સત્ર દરમિયાન માર્ગદર્શન પૂરું પાડશે, જેમાં તેઓ પોતાના અનુભવો યુવાનો સાથે શેર કરશે, અને UPSC જેવી સિવિલ સર્વિસિસની પરીક્ષા વિશે યુવાનોને માહિતગાર કરશે.







