MORBI મોરબી ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધામાં ઓમ્ શાંતિ વિદ્યાલયની વિદ્યાર્થીની અદિતિ દેસાઈની શાનદાર સિદ્ધિ

MORBI મોરબી ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધામાં ઓમ્ શાંતિ વિદ્યાલયની વિદ્યાર્થીની અદિતિ દેસાઈની શાનદાર સિદ્ધિ
મોરબી ખાતે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધા” માં ઓમ્ શાંતિ વિદ્યાલય (ટી.ડી. પટેલ) ની વિદ્યાર્થીની દેસાઈ અદિતિ એ પોતાની પ્રતિભાનો શાનદાર પરિચય આપ્યો હતો.
આ સ્પર્ધામાં અદિતિ દેસાઈએ – સોલો ડાન્સમાં પ્રથમ સ્થાન,ડ્યુએટ ડાન્સમાં પ્રથમ સ્થાન તેમજ ગ્રુપ ડાન્સમાં રનર-અપ સ્થાન મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
અદિતિની આ સફળતા પાછળ તેમના માતા રૂપલબેન દેસાઈ તથા પિતા જીગ્નેશભાઈ દેસાઈ નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેઓ બંને ડાન્સ વિષયક સારી જાણકારી ધરાવે છે અને અદિતિને સતત માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેમના સતત સહયોગ અને મહેનતના કારણે અદિતિ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકી છે.
ઓમ્ શાંતિ વિદ્યાલય પરિવાર તરફથી અદિતિ દેસાઈને તેમજ તેમના માતા-પિતાને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.






