GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સાપકડા ગામે ખેડૂતના બંઘ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી.

 

HALVAD:હળવદના સાપકડા ગામે ખેડૂતના બંઘ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી.

 

 

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ખેડૂત લક્ષમણભાઈ રતુભાઈ જાંબુકિયાએ હળવદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૭/૧૨ના રોજ તેઓ પત્ની તથા સંતાનો સાથે ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ખેતી કામ માટે ગયા હતા. તે સમયે મકાનના મુખ્ય દરવાજા સહિત તમામ દરવાજાઓ પર તાળા મારેલા હતા. સાંજના સાડા પાંચ વાગ્યે ઘરે પરત ફરતા અંદર રૂમમાં રાખેલી લોખંડની તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને સામાન વેરવિખેર પડેલો હતો. તિજોરી તપાસતા તેમાં રાખેલા ૧ કિલો ચાંદીના દાગીના જેમાં તૂટેલી સાંકળો, ઝાંઝરી, કંદોરા તેમજ ૫થી ૬ ગ્રામ સોનાના દાગીના જેની કુલ કિંમત અંદાજે રૂ. ૫૦ હજાર મળી આવ્યા ન હતા. મકાન અને અંદરના રૂમની ચાવીઓ ઘરની આસપાસ જ સંતાડીને રાખેલી હોવાથી જાણભેદુ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી હળવદ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!