MALIYA (Miyana):માળિયા (મી.)ના રાસંગપર ગામે વીજલાઈન નાખવા સામે ખેડૂતોનો દ્વાર કલેકટરને આવેદનપત્ર

MALIYA (Miyana):માળિયા (મી.)ના રાસંગપર ગામે વીજલાઈન નાખવા સામે ખેડૂતોનો દ્વાર કલેકટરને આવેદનપત્ર
મોહશીન શેખ
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના રાસંગપર ગામના ખેડતો અત્યંત વ્યથિત હદયે આપને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે અમારા ગામની ફળદ્રુપ જમીન પર વીજ લાઈનોનું જંકશન બનાવવામાં આવી રહ્યું છે. જેના પહેલેથી જ બે હેવી વીજ લાઈનો પસાર થાય છે. હવે ઘણી કંપની ની નવી હેવી વીજ લાઈનો આવવાની છે અને અમુક કંપની નો સર્વે પણ ચાલુ જ છે. આ બાબત અંગે ગંભીર ચિંતા અને વિરોધ વ્યક્ત કરીએ છીએ-
હાઇ ટેન્શન લાઇનના મોટા ટાવર (થાંભલા) બેસાડવાથી ખેતી લાયક જમીનનો મોટો હિસ્સો બગડે છે. ટ્રેક્ટર ચલાવવામાં કે ખેતીકામ કરવામાં કાયમી અવરોધ ઊભો થાય છે અને હાઇ વોલ્ટેજ વાયરો નીચે કામ કરતી વખતે ચોમાસામાં કે પવનમાં ખેડૂતો અને પશુઓના જીવનું જોખમ રહેલું છે.કંપનીઓ દ્વારા ભારે મશીનરીનો ઉપયોગ કરવાથી જમીનનું ઉપરનું પડ નાશ પામી રહ્યું છે, જે ભવિષ્યમાં પાકની પેદાશ પર માઠી અસર કરશે.વીજ લાઈન પસાર થયા પછી તે જમીન પર કૂવો, બોરવેલ કે કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા પર કાયદાકીય પ્રતિબંધ આવી જાય છે. આ કાયમી નુકસાનનું વળતર કંપની દ્વારા આપવામાં આવતું નથી.
જે ખેતરમાંથી આવી લાઇન નીકળે છે તેની બજાર કિંમત સાવ ઘટી જાય છે અને આવી જમીન વેચીએ તો કોઈ લેવા પણ રાજી થતા નથી જેનાથી ખેડૂતને આર્થિક પાયમાલીનો સામનો કરવી પડે છે. અમારા વિસ્તારમાં આવી બધીજ હેવી લાઇન આવસે તો અમારા ગામના 70% ખેડૂતો ના ખેતરમાં તો થાંભલા અને વીજ વાયર જ થઈ જશે.અને આ જમીન ની કોઈ કિંમત જ ના ગણાય.અમારી માંગ છે કે આ લાઇન ખેડૂતોના ફળદ્રુપ ખેતરોમાંથી પસાર કરવાને બદલે સરકારી પડતર જમીન કે રસ્તાની બાજુમાંથી લઈ જવામાં આવે અથવા ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગ કરવામાં આવે અને જો આ લાઇન નાખવી અનિવાર્ય હોય તો દરેક અસરગ્રસ્ત ખેડૂતને જમીનની આજની બજાર કિંમત (Market Rate) મુજબ યોગ્ય અને સંતોષકારક વળતર ચૂકવવામાં આવે કારણ કે હાલમાં જે વળતર આપવામાં આવે છે એ ઓછું છે. સાહેબ કંપની દ્વારા કામ ચાલુ કર્યા પછી અમે લોકો સરકારી કચેરી કે કંપની ના અધિકારીઓ ને વધારે વળતર આપવા માટે રજુઆત કરીએ તો અમને કોર્ટ મા જવા માટે કહેવામાં આવે છે.હવે ગામના નાના માણસ પાસે આને માટે સમય અભ્યાસ કે પૈસા પણ નથી હોતા. ખેડૂતો વિકાસના વિરોધી નથી પણ ખેડૂતોના વિનાશના ભોગે આ વિકાસ અમને મંજુર નથી. તેમ અંતમાં જણાવી આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે







