GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીનો વિસ્મય ત્રિવેદી વકતૃત્વમાં ચોથી વખત રાજ્યકક્ષાએ પ્રથમ

 

MORBI:મોરબીનો વિસ્મય ત્રિવેદી વકતૃત્વમાં ચોથી વખત રાજ્યકક્ષાએ પ્રથમ

 

 

રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત યુવા ઉત્સવની રાજ્ય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં મોરબી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો વિસ્મય ત્રિવેદી પ્રથમ સ્થાને વિજેતા થયો છે. ‘મહેનતની મહતા વધુ કે ભાગ્યની ભવ્યતા….? વિષય પર બોલતા વિસ્મયે વિવિધ ઉદાહરણો અને સાહિત્યિક ભાષા શૈલી દ્વારા નિર્ણાયકોના તથા શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. આ અગાઉ વિસ્મય સમગ્ર ગુજરાત રાજ્યમાં બાળ પ્રતિભા વકતૃત્વ, યુવા ઉત્સવની શીધ્ર વકતૃત્વ, કલામહાકુંભ વકતૃત્વ, યુવા ઉત્સવની વકતૃત્વ સ્પર્ધામાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલની વકતૃત્વમાં પણ વિજેતા થઈ ચૂક્યો છે. આ ઉપરાંત વિસ્મયે ટેબલટેનિસમાં પણ ખેલ મહાકુંભ અને મહાનગરપાલિકા કક્ષાએ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.

Back to top button
error: Content is protected !!