GUJARATKHERGAMNAVSARI

ખેરગામ ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવનો સુંદર દાખલો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

તારીખ 30/12/2025ના રોજ ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી કેતનભાઈ પટેલ તથા સહ આયોજકો જયંતીભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા ખેરગામ વિભાગ દ્વારા ભવ્ય રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેરગામ તાલુકામાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુમાર તથા કન્યાઓમાં રમતગમતના મહત્વને ઉજાગર કરવા, તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ તાલુકા, જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધાના પરિણામો આ પ્રમાણે રહ્યા:
U-14 કુમાર વિભાગ:
વિજેતા: જામનપાડા પ્રાથમિક શાળા
રનર્સ અપ: કુમાર શાળા, ખેરગામ
U-14 કન્યા વિભાગ:
વિજેતા: પાટી (PM શ્રી) પ્રાથમિક શાળા
રનર્સ અપ: જનતા માધ્યમિક શાળા
U-17 ભાઈઓ વિભાગ:
વિજેતા: જનતા માધ્યમિક શાળા, ખેરગામ
રનર્સ અપ: વાવ માધ્યમિક શાળા
U-17 કન્યા વિભાગ:
વિજેતા: પાટી માધ્યમિક શાળા
રનર્સ અપ: વાવ માધ્યમિક શાળા
ઓપન વિભાગ (ઉચ્ચતર માધ્યમિક – ધો. 11-12):
ભાઈઓ: જનતા માધ્યમિક શાળા વિજેતા
કન્યાઓ: પાટી માધ્યમિક શાળા વિજેતા, જનતા માધ્યમિક શાળા રનર્સ અપ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોને આયોજકો તરફથી અભિનંદન તથા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ખેરગામ વેપારી મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, તાલુકાના પત્રકારશ્રીઓ જીગ્નેશભાઈ પટેલ અને દિપકભાઈ પટેલ, ચંપલભાઈ પટેલ ખેરગામ PSI મેડમ, ખેરગામ ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ, આયોજકશ્રીઓ તથા ખેરગામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ સહિત તાલુકાના શિક્ષકો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ રસ્સાખેંચ સ્પર્ધાએ વિદ્યાર્થીઓમાં રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Back to top button
error: Content is protected !!