
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ તાલુકાના વાડ ગામે આવેલી એમ.સી.એલ.પટેલ હાઇસ્કુલમાં સંચાલક મંડળના સભ્યોની હાજરીમાંમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને વિદ્યાર્થીઓના બોર્ડના પરિણામ સુધારણા માટે ચર્ચા વિચારણા માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વાલી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સંચાલક લલ્લુભાઈ આર.પટેલ ,ટ્રસ્ટી દિનેશભાઈ પટેલ, અનિલસિંહ ઠાકોર હાજર રહ્યા હતા. અનિલસિંહ વિદ્યાર્થીઓને જરૂરી સૂચનો અને વાલીઓને તેમની ફરજોની વાતો કરવામાં આવી હતી,લલ્લુભાઈ પટેલ દ્વારા શિક્ષણનું જીવનમાં મહત્વ તથા દિનેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સારી સંગત રાખવા અંગે વાતો કરવામાં આવી હતી.આચાર્ય મયુરભાઈ પટેલ દ્વારા શાળામાં થતી પ્રવૃત્તિઓ અને સારા પરિણામ માટે થતા પ્રયાસો તેમજ વાલીઓના સહકાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મ.શી. અજયકુમાર મિસ્ત્રી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવાંમાં આવ્યું હતું.



