BHARUCHNETRANG

નેત્રંગ નગરમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફીટ થાય તે પહેલા જ જીલ્લા સાંસદે કામ અટકાવી દીધું

 

પેવર બ્લોક તાત્કાલિક ઉઠાવી લેવાની ફરજ પડી.

લાખો રૂપિયા કામો ના ભાગલા પાડી ટેન્ડર બહાર પાડ્યા વગર કામો કરનારા ભોટાપડી ગયા.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.તા.૨૯-૧૨-૨૫

નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવનાપાન સેન્ટર થી લઇ ને વનવિભાગ ની કચેરી સુધી ગત વર્ષે સીસીરોડની કામગીરી જીલ્લા સાંસદ ની ગાન્ટ માંથી નવનિર્માણ કરવામાં આવેલ આ રોડની કામગીરી સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કકમગીરી કરનાર જેતે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈ પૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહિ આવતા ભારે ગોબાચારી થતા ટુક સમયમાં આ સીસીરોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરાતા અને રસ્તા સારો બને અને લોકની સમસ્યાનું નિરાકણ થાય તે માટે હાલમાં ફરીવાર આજ રસ્તા પર લાખો રૂપિયા ની લાગત થી સારી ગુણવત્તા અને ભારેખમ વાહનોની ભારસમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા
લાખો રૂપિયા ની કામગીરી ગુણવત્તા વાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારી પુરવક કામ કરે તે હેતું ને સાઇડ પર મુકીને પેવર બ્લોક ની કામગીરીના પાંચ લાખથી અંદર ના એસટીમેન્ટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ થવાની ભીતી સેવાતા નગરજનોએ ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા ને રજુઆત કરતા,આજ રોજ નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી,અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવા ફરમાન કરાતા પેવર બ્લોક ના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી હતી.હાલતો કામગીરી અટકી ગઈ છે.અને જીલ્લા સાંસદે ફાળવણી કરેલ ગાન્ટ પણ અટકાવી દીધી છે.
ફોટોકેપ્સન-: પ્રદીપ સી ગુર્જર નેત્રંગ.

Back to top button
error: Content is protected !!