MALIYA (Miyana:માળીયા (મી.)તાલુકાના માણાબા ગામની હદમાં લાખો માછલીઓના મોત

MALIYA (Miyana:માળીયા (મી.)તાલુકાના માણાબા ગામની હદમાં લાખો માછલીઓના મોત
રીપોર્ટ ઈશક પલેજા માળીયા
માળીયા (મી.)ના માણાબા ગામ નજીક અજાણ્યા શખ્સોના પાપે જળચર સૃષ્ટિનો સોથ વળ્યો: ગ્રામજનોમાં ભારે રોષ, રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામની સીમમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. ગામની હદમાં વહેતી ઘોડા ધરોઈ નદીના પટમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાણીમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવતા લાખોની સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, માણાબા ગામની સીમમાં આવેલી ઘોડા ધરોઈ નદીમાં શિકારના ઈરાદે અથવા અન્ય કોઈ કારણોસર અજાણ્યા તત્વો દ્વારા ઝેરી કેમિકલ કે પદાર્થ નાખવામાં આવ્યો હતો. આ ઝેરની અસર એટલી ઘાતક હતી કે જોતજોતામાં નદીના કિનારે લાખો માછલીઓના મૃતદેહ તરવા લાગ્યા હતા. નદી કિનારે માછલીઓના ઢગલે-ઢગલા ખડકાઈ જતાં પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી જન્મી છે.
લાખોની સંખ્યામાં માછલીઓના મોત થવાથી અને તેના મૃતદેહો પાણીમાં કોહવાવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. ગ્રામજનોને ભય છે કે જો સમયસર આ મૃત માછલીઓનો નિકાલ કરવામાં નહીં આવે, તો વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળી શકે છે.







