ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મકાઇના ભુંસાની ગુણો વચ્ચે લય જવાતો વિદેશી દારૂ કિ.રૂ. ૧,૦૧,૭૮,૭૦૦/- ના મુદામાલ સાથે એક આરોપી ઝાડપાયો

આણંદ મકાઇના ભુંસાની ગુણો વચ્ચે લય જવાતો વિદેશી દારૂ કિ.રૂ. ૧,૦૧,૭૮,૭૦૦/- ના મુદામાલ સાથે એક આરોપી ઝાડપાયો

 

તાહિર મેમણ- આણંદ- 31/12/2025 -:આણંદ 31 ડીસેમ્બરની ઉજવણી અન્વયે આણંદ જીલ્લામાં

દારૂ/જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા તેમજ આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર જરૂરી વોચ રાખી

કાયદેસર કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલસી

ઇન્સ્પેકટર એસ.જી.સોલંકી એ પોલીસ સ્ટાફના માણસોને દારૂ/જુગારની પ્રવૃતિ કરતા ઇસમો શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે આણંદ રૂરલ પો.સ્ટે.ના ASI.રમેશભાઇ તથા PC અમિતભાઇનાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, “સામરખા એચ.એલ. પટેલ હાઇસ્કુલ

સામે અજરપુરા રોડ પર એક કન્ટેઇનર ટ્રક રજી. નંબર PB-10-GK-4910 માં મકાઇના ભુંસાની ગુણો વચ્ચે

ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને ભરેલ છે જેથી આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા

કર્મચારીઓની સયુંકત ટીમ બનાવી સદર જગ્યાએ પોલીસ માણસો સાથે રેઇડ કરતાં એક ઇસમ વગર

પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂના નાની મોટી બોટલ નંગ ૧૧,૬૧૬ ની

કિ.રૂ.૮૦,૯૫,૨૦૦/- દારૂ સાથે મળી કુલ રૂ.૧,૦૧,૭૮,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તેમજ દારૂ

આપનાર, મંગાવનાર તમામ આરોપીઓ વિરુધ્ધ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.-

૧૧૨૧૫૦૦૧૨૫૦૭૦૫/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(ખ),૮૧,૮૩,૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી-ગુરૂદેવસીંગ નવાબસીંગ ગીલ ઉ.વ ૩૮ રહે. ગામ કુલા ગુરૂદ્વારાની બાજુમાં તા.પટ્ટી

જી.તરનતારન રાજય પંજાબ (ટ્રક ડ્રાઇવર)

આરોપી પાસેથી મળી આવેલ મુદામાલ -(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ કુલ નંગ ૧૧,૬૧૬ (૨) એક કન્ટેનર આઇશર ટ્રક(૩) આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨

(૪) મીણીયાની ગુણોમાં ભરેલ ૯૬ નંગ મકાઇ ફ્લેક્ષ આશરે કિ.ગ્રા.૪૮૦ વજનના(૫) ટ્રકની અસલ આર.સી.બુક તથા અન્ય કાગળો, અસલ ડ્રાઇવીંગ લાયસન્સ પાનકાર્ડની નકલ બીલ્ટી અને ઇ-વે બીલની નકલ વિ.

આરોપી ને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!