
તા.૩૧.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં પોષણ ટ્રેકર એપમાં ૧ લાખ ૩૩ હજારથી વધુ નવા લાભાર્થીઓની નોંધણી કરાઈ
દાહોદ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ઓગસ્ટથી ડિસેમ્બર માસ દરમ્યાન પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં લાભાર્થીઓની નોંધણી માટે હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશને નોંધપાત્ર સફળતા મળી છે. આ ઝુંબેશના પરિણામે જિલ્લામાં કુલ ૧,૩૩,૧૨૯ નવા લાભાર્થીઓ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નોંધાયા છે, જેમાં માત્ર ડિસેમ્બર માસ દરમિયાન ૪૦,૭૭૪ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે.જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓગસ્ટ માસથી વંચિત લાભાર્થીઓની નોંધણી માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.આ ઝુંબેશના પરિણામે દાહોદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ.યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે.ઝુંબેશ અંતર્ગત દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો, વસતા વંચિત પરિવારો સુધી પહોંચવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગની ટેકો એપ્લિકેશન તથા ગ્રામ પંચાયતના જન્મ–મરણ રજીસ્ટરની વિગતોના આધારે શૂન્ય માસથી છ વર્ષના બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓમાંથી યોજનાથી વંચિત રહેલા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી.જ્યાં નોંધણી કરવાપાત્ર વંચિત લાભાર્થીઓની સંખ્યા વધુ હતી તેવા લાભાર્થીઓનો આંગણવાડી કાર્યકરો અને મુખ્ય સેવિકાઓ દ્વારા રૂબરૂ સંપર્ક કરીને જરૂરી આધાર પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. જિલ્લામાં તમામ આઈ.સી.ડી.એસ.ઘટક કચેરીઓ હેઠળ એવા આંગણવાડી કેન્દ્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જેમના પાસે આધાર કાર્ડ ઉપલબ્ધ ન હતા અથવા આધાર વિગતો અપડેટ કરવાની જરૂર હતી, તેવા લાભાર્થીઓ માટે વિશેષ આધાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ દ્વારા દૈનિક ઓનલાઇન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના ૨૧ ઘટક કચેરીઓ અને ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રોની કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે હાલમાં પણ પાત્રતા ધરાવતા હોવા છતાં યોજનાના લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓની નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. જે કોઈ પાત્ર લાભાર્થી હજુ પણ આઈ.સી.ડી.એસ. યોજનાના લાભથી વંચિત હોય, તેમણે જરૂરી આધાર પુરાવા સાથે નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવા અને ફીલ્ડ વિઝીટ દરમિયાન પણ લાભાર્થીઓની રુબરૂ મૂલાકાત કરીને પણ પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવી છે





