GUJARATKHERGAMNAVSARI

આછવણીપ્રગટેશ્વર ધામમાં ૪૨મા પ્રાગટ્ય દિવસની ભક્તિમય ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

દમણથી 60થી વધુ પદયાત્રીઓ ધર્મધજા લઈ પ્રગટેશ્વર ધામ આવતા સ્વાગત કરાયું

પ્રગટેશ્વર ધામ આછવણીના ૪૨મા પ્રાગટ્ય દિવસની ઉજવણી ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે એક કુંડી લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો, આ યજ્ઞમાં ભુદેવો અનિલભાઇ જોષી અને હર્ષ જાનીએ વૈદિક મંત્રોચ્ચાર થકી આહુતિ અપાવી હતી. પ્રગટેશ્વર શિવ પરિવારના શિવભક્તોએ પ્રગટેશ્વરદાદાને લગતા ભજનો રજૂ કર્યા હતા તેમજ વિવિધ જ્યોતિર્લિંગના મહત્વ અંગે જાણકારી આપી હતી. મહિલા મંડળની બહેનોએ ગરબો તેમજ રમાબા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને ગરબો રજૂ કર્યો હતો. શિવભક્તોએ મંદિરને ફૂલોની શણગારી તેની શોભા વધારી હતી.પ્રગટેશ્વર સેવા સમિતિ યુવા પ્રમુખ અપ્પુભાઇ પટેલની રાહબરી હેઠળ દમણથી સાંઇઠ જેટલા શિવભક્તો ધર્મધજા લઇ પગપાળા દમણથી પ્રગટેશ્વર ધામ આછવણી આવ્યા હતા, અને મંદિરના શિખરે ધજા ચઢાવી હતી.પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિના જીવનમાં ભગવાનની ઇચ્છા પ્રમાણે જ થાય છે, હું તો માત્ર નિમિત માત્ર છું. દેશના જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જ નહીં તેનું માત્ર નામ લેવાથી પણ પાપ બળીને ભસ્મ થઇ જાય છે. પ્રાગટ્ય દિન નિમત્તે આપણે ભાગવત કથા કરી, જેમાં સૌ શિવપરિવારે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે.સમિતિ પ્રમુખ બિપીનભાઇ પરમારે ભાગવત સપ્તાહ અને પ્રાગટ્ય દિન ઉજવણીમાં સહયોગી સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અહીં સ્વયં થાય તે સત્ય મુજબ દરેક કાર્યો થાય છે. ગુજરાત-મહારાષ્ટ્ર શિવ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!