
નર્મદા જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને લઈ યુવાનોમાં થનગનાટ, સાથે પોલીસ પણ એલર્ટ
નર્મદા જિલ્લામાં અંતરાજ્ય ચેકપોસ્ટ તેમજ જિલ્લાઓ વચ્ચેની ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ
રાજપીપળા : જુનેદ ખત્રી
નવા વર્ષને આવકારવા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિલ્લામાં રિસોર્ટ અને હોટલો સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ નવા વર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવા માટે નર્મદા જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે નર્મદા જિલ્લામાં ગુજરાત મહારાષ્ટ્રને જોડતી ધનશેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે ઉપરાંત દારૂ અને નશો કરતા તત્વો સામે પોલીસનું કડક વલણ જણાઈ રહ્યું છે ચેકપોસ્ટ ખાતે બ્રિથ એનાલાઈઝર વડે ચેકીંગ પણ હાથ ધરાઈ રહ્યું છે
જિલ્લામાં યોજાઈ રહેલી ડાન્સ અને ડિનર પાર્ટીઓ ઉપર પણ પોલીસની ખાસ નજર છે ચેકપોસ્ટ અને સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા જિલ્લામાં એસઆરપીની બે પ્લેટુન ફાળવાઈ છે પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ દ્વારા લોકોને શાંતિપુર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરાઈ છે




