THARADVAV-THARAD

મકડાલા ગામે ઘાસચારો ભરેલા ટ્રેલરમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી

  1. વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

દીયોદર તાલુકાના મકડાલા ગામે આજે એક ટ્રેલરમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. પંજાબથી ઘાસચારો ભરેલો ટ્રેલર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જીવંત વીજવાયર ટ્રેલરને અડી જતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેના કારણે ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી.

ઘટનાની જાણ થતાની સાથે જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગની ઘટનામાં ટ્રેલરના ટાયર તથા અંદર ભરેલો મોટો જથ્થો ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો.

ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે ટ્રેલરનું એન્જિન અને કેબિન બચાવી લેવામાં આવ્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!