MORBI:ગેસના ભાવોની વધ ઘટથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં કહી ખુશી કહી ગમ

MORBI:ગેસના ભાવોની વધ ઘટથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં કહી ખુશી કહી ગમ
દૈનિક 65 લાખના ફાયદા સામે 1.40 કરોડનું ભારણ વધી ગયું
સિરામિક ઉદ્યોગકારોમાં કહી ખુશી કહી ગમ નેચરલ ગેસમાં 4.50 રૂપિયાનો ઘટાડો, તો બીજી તરફ પ્રોપેડ ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો
ગુજરાત સરકાર દ્વારા સીરામીક ઉદ્યોગમાં આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં 4.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પ તરીકે મોટા પ્રમાણમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રોપેન ગેસના ભાવમાં આજથી 2.5 રૂપિયાનો વધારો થયો છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા મોરબીના ઉદ્યોગકારોને નેચરલ ગેસમાં ફાયદો કરવામાં આવ્યો છે ત્યા મોટા પ્રમાણમાં જે પ્રોપેન ગેસનો વપરાશ કરવામાં આવે છે તેમાં 2.50 રૂપિયાનો વધારો થતા દૈનિક 65 લાખના ફાયદા સામે અંદાજે 1.40 કરોડનું ભારણ મોરબીના સિરામિક ઉદ્યોગકારો ઉપર વધી જશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી
મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે અને ત્યાં સીરામીક પ્રોડક્ટ નું ઉત્પાદન કરવા માટે થઈને હાલમાં નેચરલ ગેસ તથા પ્રોપેન ગેસનો સીરામીક ઉદ્યોગકારો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે નેચરલ ગેસના ભાવ કરતા પ્રોપેન ગેસ નો ભાવ નીચો રહેતો હોવાના કારણે મોરબીના મોટાભાગના સીરામીક ઉદ્યોગકારો દ્વારા હાલના પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટ નું ઉત્પાદન કરવામાં આવતું હોય છે પરંતુ જો વાત કરીએ નેચરલ ગેસની તો ગુજરાત સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવમાં આજથી 4.50 રૂપિયા પ્રતિ કયુબીક મીટર ભાવથી મળતો હતો તે હવે અંદાજે 40 પ્રતિ કયુબીક મીટરના ભાવથી ઉદ્યોગકારોને આજથી મળવા લાગ્યો છે આમ જોવા જઈએ તો મોરબી સિરામિક ઉદ્યોગકારોને ફાયદો થયો છે તેઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પરંતુ વાસ્તવિકતા ઉપર નજર કરીએ તો મોરબીની આસપાસના સીરામીક ઉદ્યોગોમાં સરેરાશ દૈનિક 70 લાખ કયુબીક મીટર જેટલો ગેસ સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે જેમાં 55 લાખ કયુબીક મીટર જેટલો પ્રોપેન ગેસ અને માત્ર 16 લાખ કયુબીક મીટર જેટલો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે 4.50 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે તેનો લાભ માત્ર જે લોકો નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ નું ઉત્પાદન કરે છે તેમને જ મળવાનો છે અને આ ભાવ ઘટાડાથી મોરબીના નેચરલ ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટ નું ઉત્પાદન કરતાં ઉદ્યોગકારોને દૈનિક અંદાજિત 65 લાખ રૂપિયા જેવો ફાયદો થશે તેવું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા એ જણાવ્યું છે જ્યારે બીજી બાજુ મોરબીમાં દૈનિક 55 લાખ કયુબીક મીટર જેટલો પ્રોપેન ગેસ વાપરવામાં આવે છે તેના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં બે વખત વધારો કરવામાં આવ્યો જેના કારણે અઢી રૂપિયા જેટલો ભાવ વધારો થઈ ગયો છે આમ મોરબીમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ નું ઉત્પાદન કરતાં ઉદ્યોગકારોને દૈનિક 1.40 કરોડથી વધુનું ભારણ વધી ગયું છે જેથી સિરામિક ઉદ્યોગકારોમાં કંઈ ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અંત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની જાહેરાત થતા ની સાથે જ કારખાનેદારો પાસેથી અન્ય રાજ્યોમાં બેઠેલા તેમના વેપારીઓ દ્વારા તૈયાર પ્રોડક્ટ નાં ભાવમાં ઘટાડો કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવતી હોય છે જોકે વાસ્તવિકતા એ છે કે આ ભાવ ઘટાડાનો લાભ માત્ર નેચરલ ગેસનો ઉપયોગ કરી સિરામિક પ્રોડક્ટ નું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને જ મળવા નો છે અને મોરબીમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ નું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે ઉદ્યોગકારોની મુશ્કેલી આ ભાવ ઘટાડાના કારણે વધી હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે









