MORBI શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નું ત્રીજુ વાર્ષિક સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

MORBI શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નું ત્રીજુ વાર્ષિક સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું
શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નું ત્રીજુ વાર્ષિક સ્નેહમિલન સ્નેહમિલન ૨૦૨૫ નુ તારીખ:-29/12/2025 ના રોજ “ઉમા હોલ રવાપર” ખાતે યોજવામાં આવેલ. જેમાં ૭૫ વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ સભ્યોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન જેમના જન્મ દિવસ આવેલ તેવા સભ્યોને ગીફ્ટ આપી શુભેચ્છા પાઠવવામાં માં આવી.
આ સ્નેહમિલન અંતર્ગત “સંગીત સંધ્યા” નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાયક કલાકાર ગાયત્રીબેન મીસ્ત્રી, શ્રી જીવરાજભાઈ મીસ્ત્રી અને શ્રી મહેન્દ્રભાઈ મહેતા દ્વારા ફિલ્મી ગીતો રજુ કરવામાં આવ્યા. આ સંગીત સંધ્યા નું આયોજન પ્રોજેકટ ચેરમેન ડી.કે. મેરજા દ્વારા કરવામાં આવ્યુ. કલબના પ્રમુખ શ્રી ભાણજીભાઈ આર્થ્રોજા એ તેમના ઉદ્દબોધન માં કલબની ત્રણ વર્ષની પ્રગતિનો અહેવાબ રજુ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકે. કોરીયા દ્વારા કરવામાં આવ્યુ








