યાત્રાધામ પાવાગઢ ખાતે આજે 2026 ના પ્રથમ દિવસે માતાજીના દર્શનાર્થે એક લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૧.૨૦૨૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે 2026 ના પ્રથમ દિવસે માતાજીના દર્શનાર્થે એક લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.માતાજીના ભક્તો વહેલી સવારે માતાજીના દર્શનાર્થે ડુંગર પર પહોંચતા ઠંડી સાથે ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે હિલ સ્ટેશન નો માહોલ નો અહેસાસ થતાં ભક્તો અભિભૂત થયા હતા. જ્યારે એક લાખ જેટલા માઈ ભક્તો એ માતાજીના ચરણ માં શિશનમાવી ધન્યતા અનુભવી હતી.શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે બિરાજમાન જગત જનની માં કાલી ના દર્શનનો આસો તેમજ ચૈત્રી નવરાત્રી સાતમ આઠમ તેમજ પૂનમના રોજ ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.આજે 2026 નો પ્રથમ દિવસ ને લઈને ભક્તો એ માતાજીના દર્શન સાથે માતાજીના આશીર્વાદ મેળવી નૂતન વર્ષની શરૂઆત કરી હતી. જોકે થર્ટી ફર્સ્ટ ની મધ્યરાત્રીથી જ માઇ ભક્તો પાવાગઢ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા. જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે વહેલી સવારે છ કલાકે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શાનર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર માઇ ભક્તોએ જય માતાજી ના ભારે જય ઘોષથી મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું. જ્યારે નીજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાતા ભક્તો શિસ્ત બદ્ધ રીતે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ 2026 નું વર્ષ મંગલમય રહે તેવી મનોકામના કરી હતી.










