MORBI:મોરબીમાં પણ જિલ્લા સહકારી બેન્ક સ્થાપવા સહકાર ભારતીની મુખ્યમંત્રીને રજુઆત!
MORBI:મોરબીમાં પણ જિલ્લા સહકારી બેન્ક સ્થાપવા સહકાર ભારતીની મુખ્યમંત્રીને રજુઆત!
(રીપોર્ટ શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાત રાજ્ય માં રાજ્ય સરકારે રાજ્યના નવ જિલ્લામાં નવી જિલ્લા સહકારી બેન્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. તેવી જ રીતે મોરબી જિલ્લાને પણ જિલ્લા સહકારી બેન્ક મળે તેવી માંગ સાથે સહકાર ભારતીના મોરબી તાલુકા પ્રમુખ મનોજભાઈ ગણેશભાઈ શેરસીયા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયુ કે રાજ્યના ૯ જિલ્લાઓને નવી જિલ્લા સહકારી બેંકોને સૈદ્ધાંતિક મંજુરી આપેલ છે. પરંતુ તેમાં અમારો મોરબી જિલ્લાનો સમાવેશ થયેલો નથી. મોરબી જિલ્લો ઔદ્યોગિક, કૃષિ, વ્યાપારી તથા સહકારી ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે. જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો, નાના વેપારીઓ, ઉદ્યોગકારો તથા સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમને જિલ્લા સહકારી બેંક જેવી સંસ્થાની અત્યંત જરૂરિયાત છે. જો મોરબી જિલ્લાને પોતાની અલગ જિલ્લા સહકારી બેંકની મંજુરી મળે તો જિલ્લાના સર્વાગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન મળશે. જેથી મોરબી જિલ્લાનો પણ નવી જિલ્લા સહકારી બેંક માટે સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરી છે.






