GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ શહેરને સ્વચ્છ-સુંદર બનાવવા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’ અભિયાન વેગવંતુ

તા.૧/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવવા શાળાઓમાં ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’ ભરાવાયા

Rajkot, Jasdan: ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત જસદણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’ ભરવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાય તે માટે શાળાઓમાં જઈને તેમને સ્વચ્છતા અંગે સમજ આપવામાં આવી રહી છે. આ સાથે શાળાઓમાં ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’ પણ ભરાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ નાગરિકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવે છે. હાલમાં જ હુડકો પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં બાળકોએ ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’ ભર્યા હતા.

શહેરને સ્વચ્છ બનાવવા દરેક ઘરેથી જ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને શહેર પ્લાસ્ટિકમુક્ત બને તે માટે લોકોને સમજ આપવામાં આવી રહી છે. ઉપરાંત વેપારીઓ અને રહેવાસીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને કાપડની થેલી વાપરવા માટે પણ પ્રેરિત કરવામાં આવે છે. જસદણ નગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે, આ સંકલ્પ માત્ર કાગળ પર ન રહેતા આપણા રોજિંદા જીવનનો હિસ્સો બને, જેથી આપણે આવનારી પેઢીને એક રોગમુક્ત અને સુંદર જસદણ શહેર આપી શકીએ.

Back to top button
error: Content is protected !!