BANASKANTHAPALANPUR

સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.એમ.સર્વોદય હાઈસ્કુલ, ઉમરાળા સ્થળે ત્રિવિધ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો

2 જાન્યુઆરી જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.એમ.સર્વોદય હાઈસ્કુલ, ઉમરાળા સ્થળે ત્રિવિધ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.ભૂતપૂર્વ વિધાર્થી સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા મણકો 14 અંતગર્ત ડૉ.વિશાલ ભાદાણી વ્યક્તવ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું.ઉમરાળાના શિક્ષકશ્રી મનિષ વિંઝુડાનું ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાના ” શ્રેષ્ઠશિક્ષક” 2025 એવોર્ડ નો પ્રાપ્ત થયો છે તે બદલ સર્વોદય કેળવણી મંડળ ઉમરાળા દ્વારા તા.27/12/25 શનિવારના રોજ સન્માન કરવામાં આવ્યું.મનિષ વિંઝુડાએ શ્રેષ્ઠશિક્ષક તરીકે 51000
મળેલ રકમ પુરસ્કારને શાળા માટે પ્રોજેક્ટર, પ્રોજેક્ટર screen, ગુરૂ કા જ્ઞાન પ્રોજેક્ટમાં સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન દર ગુરુવારે ધોરણ 9,10,11 અને 12ના બાળકોને ટીવીની મોટી screen પર મૂકી, જવાબ કાચના ચંબુ માં ચિઠ્ઠી સ્વરૂપે એકત્રિત કરીને યાદછિક રીતે બાળકોને પસંદ કરીને મનિષ વિંઝુડા તરફથી શૈક્ષણિક કીટ નોટબુક,પેન, ફોલ્ડર ફાઇલ વગેરે આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!