GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં કરોડો રૂપિયાની જમીનમાં કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ

 

HALVAD:હળવદમાં કરોડો રૂપિયાની જમીનમાં કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ

 

 


હળવદ પોલીસ સ્ટેશનમાં જમીન કૌભાંડનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા જેમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુદ્ધ હળવદ કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનું રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી પોતાના કરાવી લીધેલ હોવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય જે ગુનામાં મુખ્ય આરોપી રમેશ બબાભાઇ સાંકરીયા(કોળી) ગામ કોયબા તા.હળવદ વાળો હાલે પોલીસ રીમાન્ડ ઉપર હોય જેથી આ ખોટુ રેકર્ડ કયાં, કોની પાસેથી, કેવી રીતે ઊભુ કર્યું તે બાબતે પુછપરછ કરતા જે તે સમયે પ્રાંત અધિકારી ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાની કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદ પોપટભાઈ કુરીયા રહે ગામ રાજગઢ તા.ધાંગધા જી.સુરેન્દ્રનગર તથા મનસુખ માધાભાઈ કાંટીયા રહે ધાંગધ્રા ડો. આંબેડકરનગર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ ખોટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા મારવા માટે આપેલ હોવાનું જણાઈ આવતા ધાંગધ્રા પ્રાંત કચેરીના બન્ને પટ્ટાવાળાઓની ધરપકડ કરી હતી.

Back to top button
error: Content is protected !!