GUJARAT

વિજાપુર સર્વોદય માઢી આશ્રમ ખાતે ગાંધી યાત્રાની પૂર્ણાહુતિ કરાઈ સંવાદ અને સંગીત કાર્યક્રમ યોજાયો

વિજાપુર સર્વોદય માઢી આશ્રમ ખાતે ગાંધી યાત્રાની પૂર્ણાહુતિ કરાઈ સંવાદ અને સંગીત કાર્યક્રમ યોજાયો

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ના ૧૫૬મા જન્મવર્ષ નિમિત્તે આયોજિત ગાંધી વિચાર યાત્રાની પૂર્ણાહુતિ વિજાપુર સ્થિત સર્વોદય આશ્રમ માઢી ગ્રામ ઉધોગ ના પટાંગણ ખાતે કરવામાં આવી હતી.જેમાં સૂર્યોદય સાથે ગાંધી પ્રાર્થના, ગાંધી સંવાદ અને ગાંધી સંગીત ના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ આઇ.પી.એસ. અધિકારી હસમુખ ભાઈ પટેલ દ્વારા ગાંધી વિચાર પર સંવાદ કરવામાં આવ્યો હતો. તેમજ હિન્દી ફિલ્મોની લોકપ્રિય ગાયિકા તથા પાર્શ્વગાયિકા ગાંધીવાદી મેઘા ડાલ્ટન અને નરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ગાંધી વિચાર આધારિત સંગીત પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંગે આયોજકો વિઠ્ઠલભાઈ પટેલ અને શામજીભાઈ ગોરે જણાવ્યું હતું કે ગાંધીને સાચી અંજલિ એ છે કે આપણે અહિંસા, સત્ય અને સહ અસ્તિત્વના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને ગાંધીજી ના જીવન ઉપર થી પાઠ શીખીએ તે સાચી શ્રધાંજલિ છે ગાંધી વિચાર યાત્રા નો પ્રારંભ ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કડી સ્થિત સર્વ વિદ્યાલયથી કરવામાં આવ્યો હતો, જ્યાં ગાંધીજી રોકાયા હતા. યાત્રા દરમ્યાન કડી, અડાલજ, સતલાસણા, પાલનપુર, ડીસા, રાધનપુર, સાગોડીયા, ખેડબ્રહ્મા, સિદ્ધપુર, મોડાસા અને ગાંધીનગર નારદીપુર સહિતના વિસ્તારોમાં રોકાણ કરી ગાંધી વિચાર સંવાદો યોજાયા હતા. યાત્રા દ્વારા યુવા પેઢી સુધી ગાંધી વિચાર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગાંધી વિચાર યાત્રા વિજાપુર ખાતે સર્વોદય માઢી આશ્રમ ખાતે આવી પહોંચી હતી. જ્યાંથી ગાંધીબાપુ ને સૌ પ્રથમ ગંગા બા પાસેથી ચરખો મળ્યો હતો. જે આત્મનિર્ભરતા અને સ્વદેશી વિચારનું પ્રતિક માનવામાં આવે છે. સમય જતાં ગાંધી વધુ પ્રાસંગિક આજના બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ગાંધી માત્ર ઐતિહાસિક વ્યક્તિત્વ નથી રહ્યા, પરંતુ શાંતિ, માનવ અધિકારો અને પર્યાવરણ સંરક્ષણના પ્રતીક બની ગયા છે. સમય પસાર થતો જાય તેમ તેમ ગાંધીનું આભામંડળ વધુ તેજસ્વી બનતું જાય છે. ગાંધી માનવજાત અને સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લોકો માટે એક વિચારધારા બની ગયા છે. તેમના વિચારો આજે પણ અજરામર પ્રત્યેક યુગમાં તેજસ્વી વિચારોના પ્રતીકો હયાત છે ગાંધી બાપુ નુ શારીરિક અવસાન થયું છે, પરંતુ તેમના વિચારો ક્યારેય નાશ પામ્યા નથી. મહાત્મા ગાંધી એક વિચાર છે. અંગ્રેજ શાસન સામે વર્ષો સુધી અડગ સંઘર્ષ કરનાર ગાંધી પોતાના જ સ્વતંત્ર દેશમાં લાંબો સમય જીવિત ન રહી શક્યા, એ ઇતિહાસની કરુણ વિસંગતિ છે.સરદાર પટેલ, આચાર્ય કૃપલાની, સરોજિની નાયડુ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, વિનોબા ભાવે, રાજેન્દ્રપ્રસાદ અને મહાદેવ દેસાઈ સહિત અનેક દિગ્ગજો ગાંધીબાપુના વિચારોના પ્રભાવમાં આવ્યા હતા. ગાંધીબાપુ ના શરીરે વિદાય લીધા છતાં વિચારરૂપે આજે પણ લોકોના હૃદય માં જીવંત છે.

Back to top button
error: Content is protected !!