MORBI:મોરબી વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના જન્મદિવસની ભાવસભર ઉજવણી

MORBI:મોરબી વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના જન્મદિવસની ભાવસભર ઉજવણી
મોરબી: શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાળશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમ ખાતે નિવાસ કરતા વડીલોના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ભાવસભર અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. આ અવસરે વડીલો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત વડીલોને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક વડીલના નામે તેમના હાથે જ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું, જે સમાજ માટે હરિયાળું અને સંદેશાત્મક પગલું બની રહ્યું. વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપક શ્રી કિરણબા વાઘેલા તથા શ્રી પરેશભાઈ કીકાણી દ્વારા તમામ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
સાંજના સમયે વડીલો માટે સરપ્રાઇઝ રૂપે કેક કટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરેક વડીલે એકબીજાને કેક ખવડાવીને પરસ્પર પ્રેમ, લાગણી અને સહયોગની ભાવના વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમનું વાતાવરણ આનંદમય, ઉલ્લાસભર્યું તેમજ ભાવાત્મક બની ગયું હતું.
આ પ્રકારની ઉજવણી દ્વારા વડીલોને માન, પ્રેમ અને આત્મીયતા મળે છે, તેમજ સમાજમાં વડીલો પ્રત્યે સન્માન અને સંવેદનશીલતાનો સકારાત્મક સંદેશ પણ પ્રસરી રહ્યો છે.









