BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જગદીપભાઈ એ. મકવાણાનો સત્કાર સમારંભ યોજાયો

સમીર પટેલ, ભરૂચ
જિલ્લા પંચાયત ભરૂચ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જગદીપભાઈ એ. મકવાણાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ શાખાના મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે જગદીપભાઈ મકવાણાને હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય અને હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકીએ પોતાના વતન એવા નવસારી જિલ્લા ખાતે શાસનાધિકારી તરીકે તેઓને બઢતી મળતા તેઓ ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ સહિત અભિનંદન પાઠવ્યા હતા.




