
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : એક સાથે 4 નંબર પ્લેટ વગરની બાઈક જોઈ LCB ચોંકી, 8 બાઈક ચોરી ગુન્હાનો ભેદ ઉકેલ્યો
*અમદાવાદ-ગાંધીનગર માંથી 8 બાઈક ચોરી કરી બંને જીલ્લા પોલીસેને હંફાવનાર ગજવીરસિંહ અને તેના સાગરીતો ઝડપાયા*
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગાજણ ગામની સીમમાં વાહન ચેકીંગ હાથધરતા એક સાથે ચાર સ્પ્લેન્ડર બાઈક નંબર વગરની ચાર શખ્સ લઇ પસાર થતા જોવા મળતા એલસીબી ચોંકી ઉઠી હતી ચાર બાઈક સવારને અટકાવી આગવી ઢબે પૂછતાં બાઈકો ચોરીની હોવાનું જણાવતા પોલીસે 4 બાઈક સહીત અમદાવાદ અને ગાંધીનગરમાંથી ચોરી કરેલ 4 લાખની 8 બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અમદાવાદ-ગાંધીનગરના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર રાજસ્થાન ચૂંડાવાડાનો ગજવીરસિંહ કાલુસિંહ ચૌહાણ (હેબતપુર-અમદાવાદ) તેના ત્રણ સગરીતો સાથે નંબર પ્લેટ વગરની ચાર બાઈક સાથે પસાર થતા ગાજણ નજીક વાહન ચેકીંગમાં ઉભેલી જીલ્લા એલસીબી પોલીસની નજરે ચઢી જતા ચારે બાઈક ચાલકને ઉભા રાખી બાઈકના ડોક્યુમેન્ટ માંગતા હેબતાઈ ગયા હતા પોલીસે ગજવીરસિંહ ચૌહાણની આગવી શૈલીમાં પૂછતાછ કરતા પોપટની માફક ચારે બાઈક ચોરી હોવાની અને વધુ ચાર બાઈક ચોરી કરી સંતાડી રાખી હોવાનું જણાવતા પોલીસે અન્ય ત્રણ સાગરિત 1)હર્ષ અકરચંદ દરોગા, 2)મહાવીર સિંહ ભુપેન્દ્રસિંહ ચૌહાણ, અને 3)ખુશપાલ હરિરામ મીણા (ત્રણે,રહે કઠવાડા GIDC અમદાવાદ)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ બાઈક-8 અને મોબાઇલ મળી રૂ.4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદ-ગાંધીનગર શહેરમાં 8 બાઈક ચોરીના વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યા હતા





