
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટ મા ગ્લુકોઝ બિસ્કીટસ નું વિતરણ
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત નામી એવોર્ડી અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલાએ કમ બુદ્ધિ ક્ષમતા ધરાવતા બાળકોની સંસ્થા જીવનદીપ શાળાના બાળકો સાથે સમય વિતાવી ગપસપ કરી આનંદિત થયા. એક મહિના માટે ના સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટસ સંસ્થા ના ટ્રસ્ટી ને આપવામાં આવ્યા.ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધી મા અધ્યાપકે અડધો કરોડ થી વધુ ગ્લુકો બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ જેકેટ્સ સ્વેટર વસ્ત્ર શાળા પરિસર માટે વૃક્ષોની સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે કરી અવિરત સેવારત છે. સેવા સૂત્ર: સહ સ્નેહ સમર્પણ આનંદ જીવન મંત્ર: પ્રજ્ઞા સાર્થક જીવનશ્ય સેતુ





