હાલોલના બાસ્કા નજીક મોપેડ સ્કૂટર પર જઈ રહેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું નીપજ્યુ મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૧.૨૦૨૬
હાલોલ તાલુકાના બાસ્કા નજીક આજે રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોપેડ સ્કૂટર પર જઈ રહેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો, જેમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં હાલોલ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક યુવકની ઓળખ બિહાર રાજ્યના ગયા જિલ્લા ના બારાચટી ગામના 25 વર્ષની ઉંમર ના રંજનકુમાર અર્જુનપ્રસાદ કુશવાહા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, રંજનકુમાર હોટલ નીલકંઠ ની પાછળ આવેલી એક સોસાયટીમાં મકાન ભાડે રાખી રહેતો હતો અને સનફાર્મા કંપનીમાં એજન્સી મારફત નોકરી કરતો હતો. આજે તેઓ રજા પર હોવાથી બાસ્કા ખાતે શાકભાજી લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તેમજ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.જ્યારે યુવકના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.







