MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

 

MORBI:મોરબીની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

 

મોરબીની પરિણીતાએ રાજકોટ સ્થિત સાસરીમાં પતિ તથા સાસરી પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જે ફરિયાદને આધારે પોલીસે પરિણીતાના પતિ સહીત પાંચ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ સ્કાયમોલ પાસે રામનગર સોસાયટી ખાતે (માવતરે) રહેતા રીમાબેન રવિભાઈ પરમાર ઉવ.૩૦ દ્વારા મોરબી મહિલા પોલીસ મથકમાં આરોપી (૧)રવિભાઈ કનૈયાલાલ પરમાર (પતિ), (૨)કનૈયાલાલ મોહનલાલ પરમાર (સસરા), (૩)રંજનબેન કનૈયાલાલ પરમાર (સાસુ), (૪)હિરેનભાઈ કનૈયાલાલ પરમાર (જેઠ) ચારેય રહે.૧૦, બજરંગવાડી, પવનપાર્ક, જામનગર રોડ, રાજકોટ અને (૫)ગીતાબેન રાજેશભાઈ મઘોડીયા (નણંદ) રહે. રેલનગર રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૨૨/૧૧/૨૦૨૫ એમ પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન પતિ સહિત સાસરી પક્ષે નાની નાની બાબતો, ઘરકામ અને કરિયાવર બાબતે વારંવાર હેરાન પરેશાન કરી મેણાટોણા આપતા હતા. સાથે સાથે પતિ દ્વારા અવારનવાર મારકુટ કરવામાં આવતી હતી અને એકબીજાને ચડામણી કરી રીમાબેનને શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. હાલ ફરિયાદને આધારે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. લગધીરકા દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!