GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં યુવકે પ્રેમિકાને વિડિયો કોલ કરી આત્માહત્યા કરી લેતા ચકચાર મચી

MORBI:મોરબીમાં યુવકે પ્રેમિકાને વિડિયો કોલ કરી આત્માહત્યા કરી લેતા ચકચાર મચી

 

 

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા હિતેશભાઈ મનસુખભાઈ ધમ્મર ઉવ.૨૯ નામના યુવકે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા યુવકને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


મળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક એક નિશા નામની મહિલા સાથે છેલ્લા ત્રણેક મહિનાથી સંપર્ક થયો હતો. બંનેનો પરિચય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે થયો હતો અને ત્યારબાદ મિત્રતા વધુ ગાઢ બનતાં બંને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. જોકે, યુવકની પ્રેમિકા પોતાના ઘરે ગઈ હતી અને ત્યારબાદ પરત ન આવતાં યુવક માનસિક તણાવમાં આવી ગયો હોવાનું સામે આવ્યું છે. યુવકે આત્મહત્યા કરતા પૂર્વે પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કર્યો હતો અને વીડિયો કોલ દરમિયાન જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. બનાવને લઈ યુવકના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આ મામલે અ.મોતની નોંધ કરી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!