GUJARATHALOLPANCHMAHAL
હાલોલમાં આવેલ હજરત ગેબનશાહ બાબાના ઉર્ષની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં કરાઈ,મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટ્યા હતા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૧.૨૦૨૬
હાલોલ શહેરના એમ.એસ. હાઇસ્કુલની સામે આવેલ હજરત ગેબનશાહ બાબાના ઉર્ષની ઉજવણી તા.૪ જાન્યુઆરી રવિવારના રોજ પરંપરાગત અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી.જ્યારે આ ઉર્ષની ઉજવણીને લઇને દરગાહ ખાતે જીક્રશરીફ, મિલાદ શરીફ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આ ઉર્સને લઈ વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના સજ્જાદા નશીન સૈયદ તાજુદ્દિન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હાથોથી દરગાહ ખાતે સંદલ શરિફની રશ્મ અદા કરવામાં આવી હતી.ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરાઈ હતી.આ પ્રસંગે હઝરત ગેબનશાહ બાબા દરગાહ કમિટી દ્વારા ભવ્ય નીયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ નિયાઝનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.








