GUJARATTHARADVAV-THARAD

બ્લેકમેલ અને માનસિક ત્રાસથી નાયબ મામલદારનો આત્મહત્યાનો પ્રયાસ, તપાસની માંગ


વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ તાલુકાના રહેવાસી તથા સાંતલપુર ખાતે ફરજ બજાવતા નાયબ મામલદાર ડી.ડી. પંડ્યાએ લાંબા સમયથી ચાલી રહેલા બ્લેકમેલ અને માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પંડ્યાએ લખેલી સુસાઇડ નોટમાં સોશિયલ મીડિયા મારફતે બદનામી કરવામાં આવતી હોવા સાથે ખોટી એસીબી ફરિયાદોની ધમકી અને મોટી રકમની ખંડણી માંગવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ તમામ બાબતોને કારણે તેઓ માનસિક રીતે અત્યંત પીડિત બન્યા હોવાનો પણ ઉલ્લેખ નોંધમાં જોવા મળે છે.

ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે પહેલા થરાદ અને બાદમાં પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

આ મામલે પંડ્યાના પુત્ર રોહિતકુમાર પંડ્યાએ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ તંત્રને અપીલ કરી છે. સ્થાનિક સ્તરે પણ નિષ્પક્ષ અને ઝડપી તપાસની માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!