
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કેવીએમ હાઇસ્કુલમાં સેમિનાર યોજાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જીલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અનુસંધાને શ્રીમતી સુરજબા.આર.મહિડા કન્યા વિનય મંદિર,રાજપીપલા ખાતે ઘોરણ- ૧૧ અને ઘોરણ-૧૨ ના કુલ-૨૦૦ જેટલા વિદ્યાર્થીનીઓ(ગર્લ્સ) માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી લગત સેમીનાર રાખવામાં આવેલ,જેમા શાળાના પિ્રનિ્સપાલ અમિષાબેન પવાર તેમજ શિક્ષકો અને જીલ્લા ટાકિક પો.સ.ઇ.એસ.એસ.મિશ્રા નાઓએ શાળાના વિદ્યાર્થીનીઓ માટે ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો, કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા અને ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત તેમજ ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન કરી સુચનાઓ આપી હતી અને વિદ્યાર્થીનીઓ સાથે ટ્રાફિકના નિયમો તેમજ મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ કોઇ સગીર વયના બાળક દ્વારા ગનો કે નિયમ ભંગ કરવામાં આવે તો તેના માટે વાહન માલીક/વાલી જવાબદાર રહેશે અને માલીક વિરૂધ્ધ M.V.ACT ની કલમ ૧૯૯(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી અને તેની સજા તેમજ દંડ અંગેની સમજ કરવામાં આવી હતી




