
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત રૂસા કમ્પોનન્ટ ૧૧ (ફેકલ્ટી ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ) હેઠળ આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ સેમિનાર સંયોજક ડૉ.એમ.પી.શાહ અને સહસંયોજક વી.પટેલ તથા કોલેજના અધ્યાપક મિત્રો દ્વારા ‘ગુરુકુલ ટુ ગ્લોબલ : ઇન્ટિગ્રેટિંગ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ’ વિષય પર બે દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર પ્રસંગે ડૉ.અરૂણકુમાર સોનાપ્પાનવર(આચાર્ય, કે.એલ.ઈ.સોસાયટી એસ. નિજલિંગાપ્પા કૉલેજ, બેંગલોર) વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તથા ડૉ.સાગર દવે (આચાર્ય, આર.સી.કૉલેજ ઓફ કોમર્સ, અમદાવાદ તથા ગુજરાત રાજ્યના એન. ઈ. પી. ૨૦૨૦ના નોડલ ઓફિસર), પ્રો.મહેશ ડે (અંગ્રેજી વિભાગ અધ્યક્ષ, વી.એન.એસ.જી. યુ.સુરત), ડૉ.અલ્પેશ જોષી (આચાર્ય, સરકારી વિનયન કૉલેજ, કોટડા સાંગાણી) ડૉ.જયપાલસિંહ શિંદે (અંગ્રેજી વિભાગ અધ્યક્ષ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કૉલેજ તલોદા, મહારાષ્ટ્ર)એ વિષયને અનુરૂપ ઉત્તમ વ્યાખ્યાન આપ્યા હતા. જ્યારે ડૉ.એસ.આર.ગોસાવી ( ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિક્સ, બી.બી.જે.પી સાયન્સ કૉલેજ તલોદા, મહારાષ્ટ્ર) ડૉ.મહેશકુમાર આર. સોલાની (આચાર્ય, સરકારી વાણિજ્ય કૉલેજ, જામનગર), ડૉ.જી.કે.નંદા (ઠાકોરભાઈ આર્ટ્સ કોલેજ, અંકલેશ્વર) ડૉ.પ્રદીપસિંહ આર.ચૌહાણ (આચાર્ય, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, જામખંભાળિયા) સંશોધનપત્ર વાંચનના ચેરપર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. આચાર્ય દ્વારા ઉપસ્થિત સૌને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ વી.એન.એસ.જી.યુ.ના કુલપતિ ડૉ.કે.એન.ચાવડા દ્વારા વીડિયો સંદેશના માધ્યમથી આ સેમિનારના આયોજન બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌ વક્તાઓએ વિષયને અનુરૂપ વ્યાખ્યાન આપી વિષયને વધુ સ્પષ્ટ કર્યો હતો. અંતે ડૉ.એમ.પી.શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેમિનારમાં ૨૨૬ થી વધુ અધ્યાપક, સંશોધનકર્તા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૦૦થી વધુ સંશોધન પત્ર પ્રકાશિત કરી શકાય તેવા આશયથી આવ્યા હતા. સમગ્ર કૉલેજ પરિવારે આ સેમિનારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.૫



